Gujarat

મુંબઈથી આવતી ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો

By GS TEAM
14 May 20261 min read
મુંબઈથી આવતી ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો

જાફરાબાદના ટીંબી ગામે પહોંચાડવાનો હતો

પેરોલફર્લો સ્કવોડે વિદેશી દારૃ મળી રૃ.૬૩ હજારનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર - ભાવનગર પેરોલફર્લો સ્કવોડે બાતમીના આધારે સીદસર ચોકડી પાસે ટ્રાવેલ્સ બસ રોકી તપાસ કરતા પાછળની ડીકીમાંથી પ્લાસ્ટિકમાં વીંટાળેલા ૮ પાર્સલમાંથી ઇંગ્લિશ દારૃનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રૃપિયા ૬૩ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ બસના બે ડ્રાઈવર અને ક્લીનરની પૂછપરછ હાથ ધરી હતી.

પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે , ભુમી ટ્રાવેલ્સ બસ નં.એઆર-૧૧-એફ-૪૫૪૫ માં પાછળની ડીકીમાં ઇંગ્લીંશ દારૃના પાર્સલ ભરેલ છે. અને આ બસ નારી ચોકડી થી તળાજા તરફ જાય છે. જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડે દરોડો પાડી તલાશી લેતા બસની ડિકી માંથી વિદેશી દારૃની બોટલ ૪૩૨ રૃ.૬૩,૭૨૦ ની  મળી આવતા પોલીસે બસના ડ્રાઈવર અને ક્લિનરની પૂછપરછ કરતા એક ઇનોવા ફોર વ્હીલ નં.જીજે-૦૫-જેકે-૬૪૧૪ વાળાએ મુંબઇથી દીવ જતી ભુમી ટ્રાવેલ્સ બસમાં મુંબઇ ખાતેથી પાર્સલની આડમાં ઇંગ્લીશ દારૃની બોટલો આપી હતી.અને આ મુદ્દામાલ જાફરાબાદના ટીબી ગામે આપવાનો હોવાની કબુલાત કરતા પોલીસે કાર ચાલક અને બસ ચાલક વિરુધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.