તુરખા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો,બુટલેગર ફરાર

- 3 શખ્સ વિરૂધ્ધ પાળીયાદ પોલીસમાં ગુનો નોંધાયો
- બોટાદ એલસીબીએ વિદેશી દારૂની બોટલ 2155 મળી રૂ. 8.41 નો મુદામાલ કબ્જે લીધો
બોટાદ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,ભગીરથ ફુલભાઈ ધાધલ તથા છત્રપાલ ઉર્ફે સત્તુભાઈ સુરેશભાઈ બસીયા (રહે.બંને તુરખા ) બન્ને ભેગા મળી તુરખા ગામથી દેવધરી ગામ તરફ જવાના રસ્તે સરકારી દવાખાનાની બાજુમાં આવેલ ખારવાના રસ્તે અશ્વિન દાસભાઇ પ્રજાપતિની વાડીએ વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે. જે બાતમી આધારે હકીકતવાળી વાડીમાં દરોડો પાડી પતરાવાળી ઓરડી હોય જે ઓરડીમાં તપાસ કરતા પુંઠાના બોક્સ મળી આવેલ જે બોક્સમાં જોતા વિદેશી દારૂની ૨૧૫૫ બોટલ રૂ.૮,૪૧,૮૮૦ નો મુદ્દામાલ મળી આવતા પોલીસે કબ્જે લીધો હતો. જ્યારે ભગીરથ ફુલભાઈ ધાધલ તથા છત્રપાલ ઉર્ફે સત્તુભાઈ સુરેશભાઈ બસીયા ,વાડીનો ઇજારો આપનાર એમ ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા.આ બનાવ સંદર્ભે બોટાદ એલસીબીએ ત્રણેય ઈસમ વિરુદ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








