વડોદરા: મુંબઈથી ભાવનગર જતો ફેરિયો દારૂની 47 બોટલો સાથે ઝડપાયો

વડોદરા, તા. 24 નવેમ્બર 2021 બુધવાર
વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસે ભાવનગર જવા માટે કાર ભાડે કરી બેઠેલો મુંબઈનો ફેરિયો દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો.
વડોદરા પાસેના હાઈવે પર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દુમાડ ચોકડી પાસે પોલીસે કાર ભાડે કરી અંદર સામાન મૂકી બેઠેલા એક શખ્સને તપાસ્યો હતો. જે દરમિયાન તેની પાસે ના થેલામાંથી રૂ. 26 હજારની કિંમતની બ્રાન્ડની દારૂની જુદી-જુદી બ્રાન્ડની 47 બોટલો મળી આવી હતી.
પૂછપરછ દરમિયાન તેનું નામ સુરેશ સુભાષભાઇ સાથળીયા (મૂળ રહે.નારી ચોકડી,ભાવનગર, હાલ રહે. મુંબઈ) હોવાનું ખુલ્યું હતું. મુંબઈમાં કાપડની ફેરી કરતો ફેરિયો સુરેશ તેની બહેનને મળવા ભાવનગર જતો હતો અને ત્યાં દારૂની બોટલો વેચવા માટે મુંબઈથી દારૂ ખરીદ્યો હોવાની વિગતો ખુલી હતી. જેથી પોલીસે અત્યાર સુધીમાં કેટલી વાર ફેરા છે માર્યા છે અને આવા કેટલા લોકો ધંધો કરી રહ્યા છે તે અંગે મોબાઇલ કબજે લઈ પૂછપરછ કરી છે.




