Gujarat

પી.એફ કચેરી દ્વારા શરૂ કરવામાં આવી નવી પહેલ દિવ્યાંગ અને વૃધ્ધ લોકોના ઘરે જઈને જીવિત પ્રમાણપત્ર લેવામાં આવ્યા

By GS Team
23 Feb 20222 mins read
This article was originally published on 23 Feb 2022
પી.એફ કચેરી દ્વારા  શરૂ કરવામાં આવી નવી પહેલ દિવ્યાંગ અને વૃધ્ધ લોકોના ઘરે જઈને જીવિત પ્રમાણપત્ર લેવામાં આવ્યા

પ્રતિનિધિ દ્વારા, સુરત

સુરત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(ઇ.પી.એફ.ઓ) દ્વારા પેંશનધારકો માટે એક પહેલ શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત ને પેંશનધારકો પેંશન ઓફિસ માં રૂબરૂ નથી જઈ શકતા ,દિવ્યાંગ હોય અથવા જેઓ પથારીવશ છે તેવા લોકો અને વૃદ્ધો માટે જીવન પ્રમાણપત્ર તેઓના ઘરે જઈને ડિજિટલી એપ્રુવ કરી રહ્યા છે.

પેંશનધારકો એ વર્ષ માં એક વાર ઇપીએફઓ ખાતે પોતાના જીવિત હોવાનું પ્રમાણપત્ર આપવાનું હોય છે.અને તે માટે તેઓ એ રૂબરૂ પી.એફ ઓફીસ જવું પડે છે.જો કે કોરોના બાદ ઘણા લોકો ની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે.ઘણા એવા પણ લોકો છે જે પથારીવશ છે.આવા લોકોએ ઇપીએફઓ દ્વારા તેઓ ઘરે જઈને મદદ કરવામાં આવી રહી છે.આ અંગે પી.એફ કમિશનર અજીત કુમારે કહ્યું કે" અમે જ્યારે જીવન પ્રમાણ પત્ર ની કામગીરી શરૂ કરી.અમે એવું નોંધ્યું કે ઘણા લોકો હજુ પોતાના જીવન પ્રમાણપત્ર પુરાવો આપ્યો નથી. જેથી અમે તપાસ કરતાં ખબર પડી કે ઘણા લોકો એવા છે જેઓ પથારીવશ છે,ઘણા દિવ્યાંગ લોકો એવા છે કે જેઓ કોઈના કોઈ કારણસર કચેરીએ રૂબરૂ આવી શકતા નથી. જેથી અમે આવા લોકો માટે એક પહેલ શરૂ કરી છે .અમે તેઓના ઘરે જઈને રૂબરૂ ડિજિટલ તેઓનું જીવન પ્રમાણપત્ર એપ્રુવ કરીયે છે. જેથી તેઓએ અહીં સુધી આવવું ન પડે. આ કામગીરીથી પેંશનધારકો ખુશ છે .અને અમે આગળ પણ આ પહેલ ચાલુ રાખીશું

આ અંગે કૈલાસ નારાયણ ગર્ગ કે જેઓ છેલ્લા ઘણા સમય થી પથારીવશ છે.અને તેમનું આજીવિકા નું એકમાત્ર સાધન પેનશન છે.તેઓએ કહ્યું કે "હું રૂબરૂ જઈ શકું એવી પરિસ્થિતિ મારી નથી.પરંતુ આજે પીએફ ના કર્મચારીઓ જાતે આવીને મને મદદ કરી.અને જીવન પ્રમાણપત્ર એપ્રુવ કર્યું તેની મને ખુશી છે.આવા ઘણા લોકોને આ મદદની જરૂર છે.