Get The App

નવાપુરા સરદાર માર્કેટ ખાતે રૂ.૩૭.૭૨ કરોડના ખર્ચેદ માળની નવી વહીવટી કચેરી બનશે

જન્મ-મરણ,યુ.સી.ડી., આકારણી, રોડ પ્રોજેક્ટ, ટ્રાફિક સહિતની શાખાઓ અહીં કાર્યરત કરાશે

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
નવાપુરા સરદાર માર્કેટ ખાતે રૂ.૩૭.૭૨ કરોડના ખર્ચેદ માળની નવી વહીવટી કચેરી બનશે 1 - image

મ્યુનિ.કોર્પોરેશન દ્વારાનાગરિકોની સુવિધા અને વહીવટી કાર્યક્ષમતા વધારવા નવાપુરા સરદાર માર્કેટ ખાતે નવી કચેરી બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ ઈમારત કુલ ૨૫૧૩.૧૨ ચોરસ મીટરના વિસ્તારમાં અંદાજિત રૂ.૩૭.૭૨ કરોડના ખર્ચે તૈયાર થશે.

નવી કચેરીના બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરાશે. ગ્રાઉન્ડ ફ્લોર પર જન્મ-મરણ શાખા, યુ.સી.ડી. શાખા રહેશે. પ્રથમ માળે એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ, બીજા માળે આકારણી શાખા સાથે ત્રણ કોન્ફરન્સ હોલ રહેશે. ત્રીજા માળે રોડ પ્રોજેક્ટ અનેસોલિડ વેસ્ટ શાખા, ચોથામાળે રોડ પ્રોજેક્ટ તથા ટ્રાફિક શાખા રહેશે. પાંચમા માળે રેકોર્ડ રૂમ અને ટ્રેનિંગ રૂમ તથા છઠ્ઠા માળે ટેરેસ ગાર્ડન, રેકોર્ડ રૂમ, કેન્ટીન અને ડાઈનિંગ એરિયા જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.