Get The App

ધંધુકા-કોઠડીયા રોડ પર બાઈક સ્લીપ થતા આધેડનું કરૂણ મોત

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
ધંધુકા-કોઠડીયા રોડ પર બાઈક સ્લીપ થતા આધેડનું કરૂણ મોત 1 - image

ધંધુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી ધંધુકા પરત ફરી રહ્યાં હતા ત્યારે અકસ્માત નડયો

ધંધુકા: ધંધુકા તાલુકાના કોઠડીયા રોડ પર પ્રિન્સ ફાર્મ હાઉસ નજીક બુધવારે રાત્રે બનેલા અકસ્માતમાં આધેડનું કરૂણ મોત નિપજ્યું છે. બાઈક સ્લીપ થતા લોખંડના પોલ સાથે અથડાતા આ બનાવ બન્યો હોય તેવી પ્રાથમીક માહીતી સામે આવી છે. બનાવ અંગે ધંધુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

કોઠડીયા ગામે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા પ્રવિણભાઈ જેરામભાઈ ડણીયા (ઉ.વ. ૪૬) રાત્રે પોતાના બાઈક નં. જીજે-૦૧-જીબી-૯૭૬૭ લઈને ધંધુકા તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન રાત્રે આશરે ૯થી ૯.૩૦ કલાકની આસપાસ પ્રિન્સ ફાર્મ હાઉસ આગળ આવેલ નાળા પાસે તેમનું બાઈક અચાનક સ્લીપ થયું હતું. બાઈક સ્લીપ થતાં તેઓ રોડ સાઇડના લોખંડના પોલ સાથે અથડાઈ નીચે પટકાયા હતા. અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર તેમજ શરીરે પણ નાની-મોટી ઇજાઓ થઈ હતી. અકસ્માતની જાણ થતાં તેમના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. દરમિયાન કોઈ રાહદારીએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતાં પ્રવિણભાઈને મૃત જાહેર કર્યાં હતા. બાદમાં તેમના મૃતદેહને ધંધુકા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ધંધુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.