Gujarat
જામજોધપુરમાં અંજલી પાર્ક સોસાયટીમાંથી બાઈકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો શખ્સ પકડાયો
By GS TEAM
31 Oct 20251 min read
પોલીસે ઇંગલિશ દારૂ અને બાઈક સહિત રૂપિયા 45,500 ની માલમતા કબજે કરી
Summarized by AI; it may make mistakes. Check important info
પોલીસે ઇંગલિશ દારૂ અને બાઈક સહિત રૂપિયા 45,500 ની માલમતા કબજે કરી
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Case : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના હોથીજીખડબા ગામમાં રહેતો સત્યજીતસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામનો ખેડૂત જામજોધપુર ટાઉનમાં અંજલી પાર્ક સોસાયટી વિસ્તારમાં પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, જેને આંતરી લઈ પોલીસે તલાસી લેતાતા તેના કબજામાંથી 33 નંગ નાની ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે ઇંગલિશ દારૂ અને બાઈક સહિત રૂપિયા 45,500 ની માલમતા કબજે કરી છે. અને આરોપી સત્યજીત જાડેજા અટકાયત કરી લેવામાં આવી છે. જેની પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂ હોથીજીખડબા ગામમાં રહેતા તેના ભાઇ પુષ્પરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા પણ સંડોવાયેલો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.








