નારી ચોકડી નજીકથી દારૂ, બિયર ભરેલી રીક્ષા સાથે એક શખ્સ ગિરફ્તાર

- આડોડીયાવાસના બે શખ્સના નામ ખુલ્યા
- લોકલ ક્રાઈમબ્રાન્ચે દારૂ, બિયર, રીક્ષા મળી કુલ રૂ. 4.51 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર એલસીબીનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, એક લીલા પીળા કલરની ઓટો રીક્ષા રજી નં. જીજે-૦૪-એયુ-૩૪૦૦માં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નારી ચોકડી તરફ થી ભાવનગર બાજુ આવી રહેલ છે. જે બાતમી આધારે દરોડો પાડી રીક્ષાની અંદર તલાશી લેતા વિદેશી દારૂની ૧૦૫૬ બોટલ અને બિયરની ૯૬ ટીન રૂ.૩,૪૬,૦૮૦ની મળી આવતા પોલીસે સુશીલ સતીષભાઇ પરમાર (રહે. આડોડીયાવાસ, સોનલમાના મંદીર પાછળ, ભાવનગર) ને વિદેશી દારૂ, બિયરના ટીન અને રીક્ષા મળી કુલ રૂ.૪,૫૧,૦૮૦ સાથે ઝડપી લીધો હતો. જ્યારે સુમીત સુનીલભાઇ પરમાર, કેતન મોહનભાઇ પરમાર (રહે.બન્ને આડોડીયાવાસ.,ભાવનગર) ના નામ ખુલતા ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય શખ્સ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.









