Gujarat

હળવદ પંથકની યુવતીને નોકરીની લાલચ આપી ઘનશ્યામપુરના શખ્સે દુષ્કર્મ આચર્યું

By GS TEAM
14 Mar 20261 min read
હળવદ પંથકની યુવતીને નોકરીની લાલચ આપી ઘનશ્યામપુરના શખ્સે દુષ્કર્મ આચર્યું

- આરોપીએ દુષ્કર્મ ગુજારી વોટ્સએપ પર ધમકી આપતા કાર્યવાહી

- ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં હળવદના બળાત્કારની જીરો નંબરથી ફરિયાદ નોંધાઇ : આરોપીની ધરપકડ

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક ખાતે વિચિત્ર બનાવ સામે આવ્યો છે જેમાં બળાત્કારની ઘટનામાં ક્યાંય પણ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના વિસ્તારનો ઉલ્લેખ નહી હોવા છતાં પણ સ્થાનિક પોલીસે જીરો નંબરથી બળાત્કારનો ગુનો નોંધ્યો છે.

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાના સંપર્કમાં આવેલા સુનિલભાઈ ગોવિંદભાઈ દલવાડી (રહે. ઘનશ્યામપુર, હળવદ)એ નોકરી આપવાની લાલચ આપી મહિલાને મોરબી ખાતે બોલાવ્યા હતા. જ્યાં મહિલા મહેન્દ્રનગર ચોકડી ખાતે ઉભા હતા ત્યારે બોલેરો કારમાં મહિલાને કારમાં બેસાડી બાદમાં મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. 

તેમજ મહિલાના ફોન નંબર પર વોટ્સએપ મેસેજથી ધમકી આપી હતી. જ્યારે આ અંગે મહિલા દ્વારા પોતાના પરિવારને જાણ કરતા પરિવાર સાથે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે શખ્સ વિરૂદ્ધ જીરો નંબરથી ગુનો નોંધાવતા સ્થાનિક પોલીસે બળાત્કાર ગુજારનાર સુનિલભાઈ ગોવિંદભાઈ દલવાડીને હસ્તગત કરી મોરબી પોલીસને સોંપવા માટેની કામગીરી હાથ ધરી છે.