Gujarat

રણોલી વિસ્તારમાંથી પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, ચાર આરોપીની ધરપકડ

By GS TEAM
25 Oct 20252 mins read
TukuTouch Logo
વડોદરા શહેર પોલીસમાં આવતા જવાહરનગર પોલીસ મથકની હદમાં રણોલીના જય નારાયણ નગર એસ્ટેટમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડીને પેટ્રોલ-ડિઝલની ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પેટ્રોલ ડીઝલની ચોરી કરનાર મુખ્ય આરોપી સહિત ચાર લોકોની ધરપકડ કરાઈ છે. પેટ્રોલ ડીઝલ 18.48 લાખ, રોકડ રકમ ચાર મોબાઇલ ટેન્કર સહિત ત્રણ વાહનો મળી રૂ.44.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી જવાહર નગર પોલીસને સોંપવામાં આવ્યો છે. એસ એમ સી ની ટીમે રેડ કરી ત્યારે જવાહર નગર પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફ ઊંઘતો ઝડપાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

રણોલી વિસ્તારમાંથી પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, ચાર આરોપીની ધરપકડ

વડોદરા શહેર પોલીસમાં આવતા જવાહરનગર પોલીસ મથકની હદમાં રણોલીના જય નારાયણ નગર એસ્ટેટમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડીને પેટ્રોલ-ડિઝલની ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પેટ્રોલ ડીઝલની ચોરી કરનાર મુખ્ય આરોપી સહિત ચાર લોકોની ધરપકડ કરાઈ છે. પેટ્રોલ ડીઝલ 18.48 લાખ, રોકડ રકમ ચાર મોબાઇલ ટેન્કર સહિત ત્રણ વાહનો મળી રૂ.44.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી જવાહર નગર પોલીસને સોંપવામાં આવ્યો છે. એસ એમ સી ની ટીમે રેડ કરી ત્યારે જવાહર નગર પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફ ઊંઘતો ઝડપાયો હતો.

વડોદરા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદે ધમધમતા દારૂ જુગારના અડ્ડા સહિત પેટ્રોલ ડીઝલની ચોરીના કૌભાંડ પર વારંવાર સપાટો બોલાવવામાં આવે છે.તાજેતરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે  જવાહર પોલીસ મથક વિસ્તારમાં આવેલા રણોલીના જય નારાયણ નગર એસ્ટેટમાં  અમ્મા રોડવેઝની ટ્રાન્સપોર્ટ ઓફિસ પાસેના ખુલ્લા પ્લોટમાં પેટ્રોલ ડીઝલની ચોરી કરી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે જેથી સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે બાતમી મુજબના સ્થળ ઉપર દોરડો પાડી પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થળ પાથી રૂ. 18.48 લાખનું પેટ્રોલ-ડિઝલ, રોકડ, મોબાઇલ, વાહન અને ટેન્કર મળી રૂ. 44.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત સ્થળ ઉપરથી આરોપી શકીલ સમુનભાઇ રંગવાલા (રહે. ફતેગંજ), મીશીલેશ લાલબહાદુર યાદવ (રહે. રણોલી), વિપુલ સૂરસિંહ પરમાર (રહે. મિશરાપૂર, વડોદરા) અને ટદિનેશ કુમાર રામ કૈલાશ યાદવ (રહે. રણોલી, વડોદરા) ઝડપી પાડવામાં આવ્યા હતા.