- જિલ્લા પોલીસ વડા પાસે વાલીએ ન્યાયની માંગ કરી
- ટ્રસ્ટીએ ગ્રહપતિનું રાજીનામું લીધું,વિધાર્થીને સસ્પેન્ડ કરવાની ધમકી સાથે કૃત્ય આચરતાનો આક્ષેપ
પાલીતાણાના તળેટી રોડ પર આવેલ સિધ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ગૃહપતિ હસમુખ શાહ છેલ્લા ત્રણ વર્ષથી માર મારતાં અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી અવાર નવાર માનસિક ત્રાસ આપતો હતો.અને વિધાર્થીને સસ્પેન્ડ કરવા તથા કેરીયર સર્ટીફીકેટ નહીં આપવાની બીક બતાવી ડરાવી ધમકાવી ગૃહપતિ ત્રણ વર્ષથી ત્રાસ ગુજારતો હતો.આ ત્રાસથી કંટાળેલા વિધાર્થીએ પોતાના વાલીને જાણ કરતા વાલીઓ પણ ચોકી ઉઠયા હતા.અને સઘળી ઘટના અંગે ટ્રસ્ટીઓને જાણ કરવામાં આવતા ટ્રસ્ટીઓ દ્વારા ગૃહપતિ હસમુખ શાહનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટનાની જાણ પાલીતાણા ટાઉન પોલીસ મથકના પીઆઇ ને પણ કરવામાં આવી હતી.ત્યાર બાદ વિધાર્થીના વાલીએ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી ન્યાયની બુહાર લગાવી છે.


