Gujarat
શીલજ તળાવ પાસે આરોગ્ય વન બનાવાશે
By GS Team
16 Mar 20221 min read
This article was originally published on 16 Mar 2022

અમદાવાદ,બુધવાર,16 માર્ચ,2022
રીક્રીએશન કમિટીની બેઠકમાં થલતેજ વોર્ડમાં આવેલા શીલજ
તળાવની ફરતે ઉમિયામાતાના મંદિર થઈ શીલજ ગામ તરફ જવાના રસ્તા સુધીના ભાગમાં આરોગ્ય
વન બનાવવા નિલકંઠ લેન્ડસ્કેપ એસોસિએટના અંદાજથી ૯.૫૭ ટકા વધુ ભાવના ૮.૧૮ કરોડના ટેન્ડરને મંજુરી
આપવા માં આવી હતી.ટી.પી.સ્કીમ નંબર-૨૧૬ના સરવે નંબર-૮૬ની વીસ હજાર ચોરસ મીટર
જગ્યામાં આરસીસી દિવાલ સાથેના સીવીલ વર્ક સાથે કેવડીયા પેટર્નથી સવા વર્ષમાં
મ્યુનિ.ગાર્ડન વિભાગ તરફથી વિવિધ આયુર્વેદિક રોપા સાથે આરોગ્યવન તૈયાર કરાશે.રસાલા
ગાર્ડનમાં મુલાકાતીઓ માટે પ્રવેશ ફી રાખવાની દરખાસ્ત અંગે દૈનિક
ઉપરાંત મહિનાના મુલાકાતીઓની સંખ્યા જાણ્યા બાદ નિર્ણય કરાશે એમ રીક્રીએશન
કમિટીના ચેરમેન રાજુ દવેએ પ્રતિક્રીયા આપતા કહ્યુ છે.




