Gujarat

સમા ના સ્પા સેન્ટરમાંથી યુવતીનું અપહરણ,ફ્લેટમાં ગોંધી રાખી માર મારીને ડાન્સ કરાવ્યો,પોલીસે છોડાવી

By GS TEAM
14 Nov 20251 min read
સમા ના સ્પા સેન્ટરમાંથી યુવતીનું અપહરણ,ફ્લેટમાં ગોંધી રાખી માર મારીને ડાન્સ કરાવ્યો,પોલીસે છોડાવી

વડોદરાઃ સમા-સાવલી રોડના સ્પા સેન્ટરની યુવતીએ તેની સાથે કામ કરતી અન્ય યુવતી પાસે રૃ.૬હજાર પરત માંગતા તેની અદાવત રાખીને રૃપિયા માંગનાર યુવતીનું કારમાં અપહરણ કરીને માર મારી ડાન્સ કરાવ્યો હોવાનો બનાવ બન્યો છે.

સમા પોલીસના જણાવ્યા પ્રમાણે,સમા- સાવલી રોડના ફીલિંગ વેલ સ્પામાં કામ કરતી એક યુવતીએ દોઢેક મહિના પહેલાં ત્યાં કામ કરતી શિવાની નામની યુવતીને રૃ.૬હજાર આપ્યા હતા.પરંતુ ત્યારબાદ શિવાની અધવચ્ચે કામ છોડી ગઇ હતી.જેથી યુવતીએ રૃપિયાની ઊઘરાણી કરતાં બંને વચ્ચે અંટસ પડી હતી.

દરમિયાનમાં શિવાનીના ફ્રેન્ડ વકારને આ બાબતની જાણ થતાં તે ફઝરીન અને શિવાનીની સાથે કારમાં,સ્પામાં કામ કરતી યુવતીને તાંદલજાના ફ્લેટમાં લઇ ગયો હતો.જ્યાં તેને રાત્રેગોંધી રાખી હતી અને માર મારી ડાન્સ પણ કરાવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

આ બનાવની જાણ સ્પાના સંચાલકને થતાં તેણે સમા પોલીસને જાણ કરી હતી અને આજે સવારે યુવતીને છોડાવી હતી.ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાંલઇ જવાઇ હતી.સમાના પીઆઇ બીબી કોડિયાતરે કહ્યું હતું કે,અમે આ બાબતે ફરિયાદ નોંધી રહ્યા છીએ.અપહરણનો જેના પર આરોપ છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પણ તપાસવામાં આવી રહ્યા છે.