Gujarat

કલોલમાં રસ્તો ઓળંગી રહેલી યુવતીનું બુલેટની ટક્કરથી મોત

By GS TEAM
10 Feb 20261 min read
કલોલમાં રસ્તો ઓળંગી રહેલી યુવતીનું બુલેટની ટક્કરથી મોત

પોલીસે અકસ્માત કરીને ફરાર થઈ ગયેલા બુલેટ ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથધરી

કલોલ :  કલોલના હાઇવે ઉપરથી પસાર થઈ રહેલા બુલેટ ચાલકે રોડ ઓળંગી રહેલી યુવતીને ટક્કર મારી હતી અકસ્માતમાં યુવતીને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યાં તેનું મોત થયું હતું અકસ્માત અંગે પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે અકસ્માત કરીને ફરાર થઈ ગયેલા બુલેટ ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે .

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલમાં આવેલા નાગોરિવાસમાં રહેતી સલમા રસુલભાઈ ઘાંચી રાત્રિના સમયે શ્રીજી ઘરનાળા પાસેથી હાઇવે ઓળંગી રહી હતી તે વખતે પૂરપાટ નીકળેલા બુલેટના ચાલકે સલમાને ટક્કર મારી હતી આ અકસ્માતમાં સલમાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાંથી વધુ સારવાર માટે કલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ગંભીર ઇજાઓના પગલે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું અકસ્માત અંગે પોલીસે બીબીબેન રસુલભાઈ ગાંધીની ફરિયાદ લઈને અકસ્માત કરી ફરાર થઈ ગયેલા બુલેટ ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.