Gujarat

જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ખનન કરનારને 15 લાખનો દંડ ફટકાર્યો

By GS TEAM
16 Sep 20251 min read
જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ખનન કરનારને 15 લાખનો દંડ ફટકાર્યો

- સુરેન્દ્રનગર વન વિભાગે સૌથી મોટી દંડની વસૂલાત કરી

- વન વિભાગે 3 ભૂમાફિયાઓએ પાસેથી દંડ વસૂલાયો

સાયલા : સાયલામાં જુના જસાપરમાં મુળી રેન્જ નોર્મલ વિભાગે ગતા ૨૩મી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન ઝડપી પાડાયું છે. મુળી રેન્જ નોર્મલ વિભાગની ટીમે ત્રણ હિટાચી મશિન કબજે લઇ તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર ખાણ ખનીજની ટીમે માપણી કરી અને ખોદવામાં આવેલી ખનીજ બાબતે રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં ખાણ ખનીજની માપણીમાં અંદાજે ૧૫,૦૫,૮૭૪ (પંદર લાખ પાંચ હજાર આઠસો ચુમોતેર) જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે દંડની રકમ અત્યાર સુધીની વન વિભાગની સૌથી મોટી રકમ સામે આવી છે. જે રકમ ખોદકામ કરનાર 'ભાભલુ કલોત્રા, ગભરૂ ખાંભલા, વેરશી ખાંભલા દ્વારા ચલણ ભરી ભરપાઈ કરવામાં આવી હતી. 

વન વિભાગને પ્રાંત અધિકારી દ્વારા અગાઉ વન વિભાગની આજુબાજુમાં ૨૦૦ મીટરમાં ગેરકાયદે ખનીજની પ્રવૃત્તિ અટકાવવા લેટર કરવામાં આવેલ જેમાં ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવા વન વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.