Gujarat
અટલાદરામાં ગાર્ડનમાં રમતા નાના બાળકોના વિવાદમાં ઝઘડો
By GS TEAM
29 May 20261 min read

વડોદરા,અટલાદરામાં સોસાયટીના ગાર્ડનમાં રમતા નાના બાળકોના ઝઘડામાં મોટા બાખડી પડયા હતા. એક મહિલાના વાળ ખેંચી ઇજા પહોંચાડનાર સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અટલાદરા દીપ પાર્ટી પ્લોટની બાજુમાં સોલીટયુડમાં રહેતા પુજાબેને અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યંુ છે કે, ગઇકાલે રાત્રે ૯ વાગ્યે હું મારી દીકરી સાથે સોસાયટીના ગાર્ડનમાં ગઇ હતી. ત્યાં રમવા બાબતે વિવાદ થતા હું મારી દીકરીને લઇને બીજી જગ્યાએ જતી રહી હતી. ત્યારે અમારી સોસાયટીમાં રહેતા હીરલબા જોડે નાના બાળકોની રમત અંગે વાત કરતી હતી. તે દરમિયાન હીરલબાના પતિ રામદેવસિંહ સરદારસિંહ જાડેજા આવ્યા હતા. તેમણે મને માથામાં મુક્કાઓ મારી મારા વાળ ખેંચી નીચે પાડી દઇ ડાબી આંખની નીચેના ભાગે ફેંટ મારી ઇજા પહોંચાડી હતી.









