Gujarat

મોપેડ સવાર મહિલા કોન્સ્ટેબલને જીપ ચાલકે ટક્કર મારી

By GS TEAM
17 Oct 20251 min read
મોપેડ સવાર મહિલા કોન્સ્ટેબલને જીપ ચાલકે ટક્કર મારી

વડોદરા,ઘરેથી નોકરી  જતા મહિલા કોન્સ્ટેબલને પૂરઝડપે આવતા જીપના ચાલકે ટક્કર મારતા તેઓ  રોડ  પર ફંગોળાઇને પડતા ઇજા થઇ હતી.

કારેલીબાગ પોલીસ લાઇનમાં રહેતા પ્રભાવતીબેન કુંભારવાડા  પોલીસ સ્ટેશનમાં  હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. ગઇકાલે સાડા ચાર વાગ્યે પી.એસ.ઓ.નો ચાર્જ એ.એસ.આઇ. તેરસિંગને સોંપીને એક કલાક માટે તેઓ ઘરે ગયા હતા. કામ પુરૃં કરીને તેઓ પરત પોલીસ સ્ટેશન આવતા હતા. ભાંડવાડા  પોલીસ ચોકી પાસેથી તેઓ સામે પોલીસ સ્ટેશન જતા હતા. તે દરમિયાન એક જીપ ચાલક પૂરઝડપે આવ્યો હતો અને તેમના મોપેડને  પાછળથી ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પડયા હતા. પોલીસે જીપ ચાલક કિશન દિલીપભાઇ વાઘેલા (રહે. ઇશાંતી હાઇટ્સ, સયાજીપુરા પાણીની ટાંકી  પાસે, મૂળ રહે. અમરેલી) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.