Gujarat
ધો.૧૨ ના વિદ્યાર્થી પર હુમલો કરી ધમકી આપી
By GS Team
25 Sep 20261 min read
વડોદરામાં ધો.12ના 17 વર્ષીય વિદ્યાર્થીને બાઇક પર જતા ત્રણ યુવકોએ "મારી સામે કેમ જુવે છે" કહીને માર માર્યો. વાઘોડિયારોડથી આજવારોડ જતા વિદ્યાર્થી પર ઉમા ચાર રસ્તા પાસે હુમલો થયો હતો. હુમલાખોરે પોતે બાપોદનો ભરવાડ હોવાની ધમકી આપી. પાણીગેટ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

ધો.૧૨ માં અભ્યાસ કરતો ૧૭ વર્ષનો વિદ્યાર્થી ગત ૨૩ મી તારીખે મિત્રો સાથે વાઘોડિયારોડ ઉમા ચાર રસ્તાથી આજવારોડ મહાવીર હોલ ચાર રસ્તા તરફ જતો હતો. તે દરમિયાન બાઇક પર જતા ત્રણ યુવકોએ એવું કહીને ઝઘડો કર્યો હતો કે, મારી સામે કેમ જુવે છે. ત્યારબાદ તેઓએ બાઇક ઊભી રાખી વિદ્યાર્થી પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. હુમલાખોરે એવી ધમકી આપી હતી કે, હું બાપોદનો ભરવાડ છું, તારે લડવું હોય તો બાપોદ આવ તને બતાવી દઉં. પાણીગેટ પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.