Gujarat

ધો.૧૦ નો વિદ્યાર્થી કોઇને કહ્યા વિના ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો

By GS TEAM
19 Mar 20261 min read
ધો.૧૦ નો વિદ્યાર્થી  કોઇને કહ્યા વિના ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો

વડોદરા,ધો.૧૦ નો વિદ્યાર્થી પરીક્ષા પૂરી થયા પછી તેના મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. તે દરમિયાન અકસ્માત થતા તેનું મોત થયું હતું. આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે.

પોલીસ તંત્રમાં ફરજ બજાવતા પોલીસ જવાનનો  ૧૫ વર્ષનો પુત્ર ધો.૧૦ ની પરીક્ષા  ુપૂરી થયા પછી ગઇકાલે મિત્રો સાથે ત્રણ સવારી બાઇક પર ફરવા નીકળ્યો હતો. તે દરમિયાન બપોરે સાડા ત્રણ વાગ્યે માંજલપુર ખાતે આવેલ બરોડા સિટિ મોલ તથા લીલેરિયા પેરામાઉન્ટ વચ્ચેના રોડ પર પૂરઝડપે બાઇક પર આવતા ત્રણ સગીર છોકરાઓ કારની પાછળ ધડાકાભેર અથડાયા હતા. જેમાં તેનું મોત થયું હતું. કારચાલકની  ફરિયાદના આધારે પોલીસે બાઇક ચલાવનાર સામે ગુનો દાખલ કર્યો હતો. બાઇક ચાલક સગીર હતો.  પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે,  વિદ્યાર્થીના પિતા બપોરે ઘરે આવ્યા  પછી આરામ કરતા હતા. તે દરમિયાન તેમનો પુત્ર ઘરેથી કોઇને કહ્યા વિના બાઇક લઇને નીકળ્યો હતો. તે દરમિયાન અકસ્માત થયો હતો.