Gujarat

દિયર-ભાભી અને ભાઇ-બહેનના પવિત્ર સંબંધને લજવતો કિસ્સો: દિયરે ભાભી સાથે આંતરવસ્ત્રોના વિડીયોકોલનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી ભાભીના ભાઇને મોકલ્યું

By GS Team
7 Dec 20232 mins read
This article was originally published on 7 Dec 2023
દિયર-ભાભી અને ભાઇ-બહેનના પવિત્ર સંબંધને લજવતો કિસ્સો: દિયરે ભાભી સાથે આંતરવસ્ત્રોના વિડીયોકોલનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી ભાભીના ભાઇને મોકલ્યું




- ભાભી સાથે નિયમીત વાત કરતા કૌટુંબિક દિયરે વિડીયો કોલમાં કપડા ઉતારવા કહ્યું, ઇન્કાર કર્યો તો પરિવારને જાણ કરવાની ધમકી આપીઃ આંતરવસ્ત્રો વાળા કોલનું સ્કીન રેકોર્ડીંગ કર્યુ
- મુંબઇ રહેતા સગા ભાઇએ બહેનની આબરૂ બચાવવાને બદલે પારિવારીક ઝઘડાની અદાવતમાં વિડીયો સંબંધીઓને મોકલાવ્યો


સુરત

સામાજીક દ્રષ્ટિકોણથી દિયર-ભાભીનો સંબંધ માતા-પુત્ર જેવો કહેવાય છે પરંતુ આ સંબંધની સાથે ભાઇ-બહેનના પવિત્ર સંબંધને લજવતો કિસ્સો શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. કૌટુંબિક દિયરે વિડીયો કોલમાં ભાભીના કપડા ઉતરાવી આંતરવસ્ત્રો હોય તેવા કોલનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી ભાભીના સગા ભાઇને મોકલાવ્યો હતો અને આશ્ચર્યની બાબત એ છે કે પારિવારીક ઝઘડાની અદાવતમાં ભાઇએ વિડીયો સંબંધીને મોકલાવ્યો હતો.

પાંડેસરા વિસ્તારમાં રહેતા યુ.પીના ભદોહી જિલ્લાની 32 વર્ષીય એક સંતાનની માતા રાજવી (નામ બદલ્યું છે) ના ઘર નજીક રહેતો કૌટુંબિક દિયર રાજેશ સુભાષચંદ્ર શર્મા (રહે. કર્મયોગી સોસાયટી, પાંડેસરા) સમયાંતરે ઘરે આવ-જા કરતો હોવાથી તેમણે એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. તેઓ વચ્ચે નિયમીત રીતે વ્હોટ્સએપ ઉપર મેસેજ અને વિડીયો કોલ ઉપર વાતચીત થતી હતી. દરમિયાનમાં રાજેશે રાજવીને વિડીયો કોલમાં કપડા ઉતારવાનું કહ્યું હતું પરંતુ રાજવીએ ઇન્કાર કરતા રાજેશે ધમકી આપી હતી કે આપણી વચ્ચે જે વાતચીત થાય છે તે પરિવારમાં જાણ કરી દેશે. જેથી પોતાની આબરૂ બચાવવા રાજવીએ પોતાના કપડા ઉતાર્યા હતા અને માત્ર આંતરવસ્ત્રો હોય તેવા વિડીયોકોલનું રાજેશે સ્ક્રીન રેકોર્ડીંગ કરી લીધું હતું. જો કે ત્યાર બાદ બંને વચ્ચેના સંબંધ તૂટી ગયા હતા જેથી રાજેશે રાજવી સાથેના આંતરવસ્ત્રો વાળા વિડીયો કોલનું રેકોર્ડીંગ રાજવીના મુંબઇ ખાતે રહેતા સગા ભાઇ રજાન (નામ બદલ્યું છે) ને મોકલી આપ્યું હતું. આશ્ચર્યની બાબત એ છે કે સગા ભાઇ રાજને બહેનની આબરૂ બચાવવાનો પ્રયાસ કરવાના બદલે પારિવારીક ઝઘડાની અદાવતમાં બહેન રાજવીનો બિભત્સ વિડીયો સંબંધીઓને મોકલી આપ્યો હતો. જેને પગલે રાજવીએ ગત રોજ કૌટુંબિક દિયર રાજેશ શર્મા અને સગા ભાઇ રાજન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે દિયર રાજેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.