Gujarat

દોઢ મહિના પહેલા ડભોઇમાં પોલીસ પર હુમલો કરનાર આરોપીના ગોડાઉન પર બૂલડોઝર ફર્યુ

By GS Team
17 Jul 20261 min read
TukuTouch Logo
દોઢ મહિના પહેલા ડભોઇમાં પોલીસ પર હુમલો કરનાર આરોપી સિકંદર ગરાસીયાનું ગેરકાયદે ગોડાઉન આજે જમીનદોસ્ત કરાયું. મહુડી ભાગોળ વિસ્તારમાં પાડોશી ઝઘડાની તપાસ કરવા ગયેલા હેડ કોન્સ્ટેબલ નવીન ઝાલા અને કોન્સ્ટેબલ શુભમ પર પરવેઝ ઉર્ફે રાજા સિકંદર ગરાસીયા અને તેના સંબંધીઓએ હુમલો કર્યો હતો. આ ગુનામાં સામેલ સિકંદર ફકરુભાઇ ગરાસીયાના સુરજ ફળિયામાં આવેલા ગેરકાયદે મકાન-કમ-ગોડાઉનને ડભોઇ નગરપાલિકાએ તોડી પાડ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

દોઢ મહિના પહેલા ડભોઇમાં  પોલીસ પર હુમલો કરનાર આરોપીના ગોડાઉન પર બૂલડોઝર ફર્યુ

દોઢ મહિના પહેલા ડભોઇમાં પોલીસ કાર્યવાહીથી નારાજ લોકો પોલીસ સ્ટેશન ધસી ગયા હતા. મહિલા સહિતના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ કેસમાં સામેલ આરોપીના ગેરકાયદે ગોડાઉનને આજે જમીન દોસ્ત કરાયું છે.
બનાવની વિગત એવી છે કે, ડભોઈ મહુડી ભાગોળ વિસ્તારમાં ઘર પાસે છોડ મૂકવા બાબતે બે પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડો થતા અરજીઓ થઇ હતી.જેમાં અરજીઓની તપાસ કરતા ડભોઇ પોલીસના હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ રવજીભાઈ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ શુભમભાઈ સતીશભાઈ સરકારી દવાખાના પાસે તપાસના કામ માટે ગયા હતા ત્યારે પરવેજ ઉર્ફે રાજા સિકંદર ગરાસસીયાએ તેના સંબંધીઓ તેમજ અન્યને ઉશ્કેરીને પોલીસ પર હુમલો કર્યો હતો.
આ ગુનામાં સામેલ આરોપી સિકંદર ફકરુભાઇ ગરાસીયાના ડભોઇ ટાઉન સૂરજ ફળિયામાં ગેરકાયદે મકાન હોવાનું પોલીસના ધ્યાને આવતા આ મકાન તોડવા માટે ડભોઇ નગર પાલિકાને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.આજે આ મકાન કમ ગોડાઉનને તોડી પડાયું છે. આ ગોડાઉનમાં ફરાસખાનાનો સામાન મૂકવામાં આવતો હતો.