Gujarat

દારુ પીવા પૈસા આપવાની ના પાડતાં યુવકને લોહી લુહાણ કર્યો

By GS TEAM
25 Mar 20261 min read
દારુ પીવા પૈસા આપવાની ના પાડતાં યુવકને લોહી લુહાણ કર્યો

અમદાવાદ, બુધવાર

ગોમતીપુરમાં ચારતોડા કબ્રસ્તાન પાસે રહેતા અને નોકરી કરતા યુવકે ગોમતીપુરમાં રહેતા સોનું, રાજા તેમજ સમીર સામે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે યુવક ગઇકાલે રાતે આઠ વાગે ચાલતો કસાઇની ચાલી પાસેથી જતો હતો ત્યારે

આરોપીઓએ રોક્યો હતો અને દારુ પીવા પૈસાની માંગણી કરી હતી, ગોમતીપુર પોલીસમાં ફરિયાદ 

જેથી યુવકે તેની પાસે રૃપિયા નથી તેમ કહેતા લાફા મારીને ઢોર મારીને માથામાં દંડાના ફટકા મારીને લોહી લુહાણ કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે સરસપુર શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.