Gujarat

લારીમાંથી રૃપિયા ચોર્યા, આરોપીને ઠપકો આપતા ચાકુના ઘા મારતા વેપારી લોહી લુહાણ

By GS TEAM
6 Apr 20262 mins read
લારીમાંથી રૃપિયા ચોર્યા, આરોપીને ઠપકો આપતા ચાકુના ઘા મારતા વેપારી લોહી લુહાણ

અમદાવાદ, સોમવાર

બહેરામપુરામાં લારીમાંથી રૃપિયા ચોરતા વેપારીએ ઠપકો આપતા આરોપી ઉશ્કરાઇ ગયો હતો અને ચાકુથી હુમલો કરીને માથા તથા પગે ચાકુના ઘા મારી વેપારીને લોહી લુહાણ કર્યા હતા. આ ઘટનામાં વેપારી લઘુશંકા કરવા ગયા આ સમયે આરોપી લારીમાંથી રૃપિયા લઇને જતા રહેતા બાજુની લારીવાળાએ જાણ કરી હતી. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોેંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

લાજવના બદલે આરોપી ગાજ્યો ગાળો બોલી મોંઢા પર ફેંટો તથા ઢોર માર મારી માથા અને પગે ચાકુના ઘા માર્યા ઃ કાગડાપીઠ પોલીસે ગુનો નોંધ્યો

દાણીલીમડામાં રહેતા અને ફ્રૂટનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આધેડે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બહેરામપુરામાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરના સમયે ફરિયાદી લારી ઉપર હતા ત્યારે લઘુશંકા કરવા ગયા ત્યારે બાજુમાં લારી લઇને ઉભા રહેલા મિત્રને લારીનું ધ્યાન રાખવા કહીને ગયા હતા. 

વેપારી પરત આવ્યા ત્યારે  બાજુમા લારી ધરાવતા મિત્રએ કહ્યું કે જતીન પરમાર તમારી લારીમાંથી રૃપિયા લઇને જતો રહ્યો છે. જેથી વેપારી આરોપીના ઘરે ઠપકો આપવા ગયા ત્યારે તે ચાલીના નાકે મળી ગયો હતો. વેપારીએ  આરોપીને કેમ મારી લારીમાંથી રૃપિયા લીધા તેમ કહીને ઠપકો આપતા તે ઉશ્કેરાઇ ગયો હતો ગાળો બોલીને તકરાર કરીને મોંઢાના ભાગે ફેંટો મારીને માર મારી કરી હતી તેમજ ખિસ્સામાંથી ચાકુ કાઢીને ફરિયાદીને માથા તથા પગે ઘુંટણ ઉપર ઘા મારીને લોહી લુહાણ કર્યા  હતા જેથી તેઓ ત્યાંથી ભાગી જઇ એલ.જી.હોસ્પિટલ સારવાર કરાવી હતી જ્યારે હુમલો કરીને આરોપી નાસી ગયો હતો.