Gujarat

અરવલ્લીમાં 193 શાળામાં એચિવમેન્ટ સર્વેમાં 9106 વિદ્યાર્થીઓ જોડાયા

By GS Team
13 Nov 20211 min read
This article was originally published on 13 Nov 2021
અરવલ્લીમાં 193 શાળામાં એચિવમેન્ટ સર્વેમાં 9106 વિદ્યાર્થીઓ જોડાયા

મોડાસા,તા. 12

અરવલ્લી જિલ્લામાં ૪ વર્ષ બાદ નેશનલ એચીવમેન્ટ સર્વે અંતર્ગત ૧૯૩ શાળાઓમાં ધોરણ ૩,,૮ અને ૧૦ના બાળકોનો સર્વે હાથ ધરાયો હતો. શુક્રવારના રોજ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કચેરીની રાહબરી હેઠળ યોજાયેલ આ સર્વેમાં ૯૧૦૬ બાળકો જોડાયા હતા.

રાજયના શિક્ષણ વિભાગના આયોજન મુજબ અરવલ્લી જિલ્લાની ૧૯૩ શાળાઓના ધોરણ ૩,,૮ અને ૧૧ ધોરણના બાળકોની સિધ્ધિ ચકાસણી અંતર્ગત સર્વે કામગીરી હાથ ધરાઈ હતી. આ સર્વે કામગીરીને લઈ યોજાયેલ મૂલ્યાંકન કસોટીમાં જિલ્લાની ૧૯૩ શાળાઓના ધોરણ-૩ ના ૮૫૨,ધોરણ-૫ ના ૧૦૭૫,ધોરણ ૮ ના ૨૫૫૦ અને ધોરણ ૧૦ ના ૫૬૨૯ મળી કુલ ૯૧૦૬ વિદ્યાર્થીઓ હાજર રહયા હતા.અને સર્વેમાં ભાગ લીધો હતો.

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સર્વે અંતર્ગત ૧૯૩ શાળાઓમાં ફિલ્ડ ઈન્વેસ્ટીગેટર અને ઈવેલ્યુટર્સ હાજર રહયા હોવાનું અને જિલ્લામાં વર્ષ ૨૦૧૭માં યોજાયેલ સર્વે બાદ ૪ વર્ષ પછી સફળતા પૂર્વક આ સર્વે યોજાયું હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના નાયબ જિલ્લા શિક્ષણાધિકારી સમીર પટેલે જણાવ્યું હતું.

જોકે દિવાળી વેકેશન દરમ્યાન હાથ ધરાયેલ આ સર્વે કામગીરીને લઈ કેટલાક શિક્ષકોમાં કચવાટ ની લાગણી પણ પ્રસરી હતી.