Gujarat
વડોદરા શહેરમાં પ્રથમ વખત આયોજિત 6ઠ્ઠી ગુજરાત સ્ટેટ એમએમએ ચેમ્પિયનશિપમાં રાજ્યના 90 ખેલાડીઓએ ભાગ લીધો
By GS TEAM
7 Nov 20251 min read
વડોદરાના આયોજિત મિક્સડ માર્શલ આર્ટ્સમાં પાંચ ફાઈટર્સે ગોલ્ડ મેડલ જીત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરાના આયોજિત મિક્સડ માર્શલ આર્ટ્સમાં પાંચ ફાઈટર્સે ગોલ્ડ મેડલ જીત્યા
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : નવેમ્બરે પ્રથમ વખત આયોજિત 6ઠ્ઠી ગુજરાત સ્ટેટ એમએમએ (મિક્સડ માર્શલ આર્ટ્સ) ચેમ્પિયનશિપમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિવિધ શહેરોમાંથી 90 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.
અલગ-અલગ વજન અને વયની શ્રેણીઓમાં ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. વડોદરાના ફાઇટર્સ તરંગ પટેલ, નિરવ સોલંકી, હિમાંશુ જાધવ અને ધરમ ઠાકુરીએ સુવર્ણ ચંદ્રક જીતીને શહેરનું ગૌરવ વધાર્યું છે. અન્ય શહેરોના ફાઈટર્સે પણ સુવર્ણ પદક જીતીને પોતાની પ્રતિભા દર્શાવી હતી. જેમાં ભરૂચના વિવેક કુમાર, સૂરજ નાયર, અમદાવાદના ભાવેશ દેસાઈ, ગાંધીનગરના પ્રિયકાંત શર્મા અને રાજકોટના ઓમ દરજીનો સમાવેશ થાય છે.








