અમદાવાદ, બુધવાર
હાથીજણમા પાર્ક કરેલી કારનો કાચ તોડીને અજાણી વ્યકિતએ કારની સીટમાં મૂકેલી બેગમાંથી રોકડા રૃા. 9.50 લાખની ચોરી કરી હતી. આ વેપારી આ રૃપિયા મજૂરોને મજૂરી આપવા માટે લાવ્યા હતા.
મજૂરોને મજૂરી કામના આપવા માટે ઘરેથી લાવ્યા હતા, વિવેકાનંદ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મકરબામાં રહેતા વેપારીએ હાથીજણથી મહેમદાવાદ રોડ ઉપર પ્રાઇમ રોઝ હોટલ પાસે પોતાની કાર પાર્ક કરી હતી. આજે સાંજે કોઇક અજાણી વ્યક્તિએ કારનો કાચ તોડીને થેલામાં મૂકેલા રોકડા રૃા. ૯.૫૦ લાખની ચોરી કરી હતી. જે રૃપિયા તેઓ મજૂરોને મજૂરી કામના આપવા માટે ઘરેથી લાવ્યા હતા. આ બનાવ અંગે વિવેકાનંદ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ આધારે ચોરને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.


