શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પૂતળાનું દહન, ૧૩ કાર્યકરોની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નીટ પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે સાંજે ગાંધીનગર ગૃહ ખાતે શિક્ષણ મંત્રીના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું.
યુથ કોંગ્રેસના કાર્યકરોએ 'વિદ્યાથીઓને ન્યાય આપો' લખેલા પ્લેકાર્ડ સાથે સત્તાપક્ષ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ શિક્ષણ મંત્રીના પૂતળાનું દહન કરી પેપર લીક મામલે જવાબદારી નક્કી કરવાની અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ ઉઠાવી હતી.
કાર્યકરોનું કહેવું છે કે દેશભરના ૨૨ લાખ વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષાની તૈયારી કરી હતી, પરંતુ પેપર લીકની ઘટનાને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થયા છે. આ ઘટનાના કારણે અનેક વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં મૂકાયા હતા અને ૨૧ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. રાવપુરા પોલીસે વિરોધ પ્રદર્શન કરતા ૧૩ કાર્યકરોની અટકાયત કરી છે.









