આણંદ જિલ્લાની 5 પાલિકામાં 80 બેઠકો મહિલા અનામત

- 5 પાલિકાની વોર્ડ બેઠકોની ફાળવણી જાહેર કરાતા રાજકીય ગરમાવો
- ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજિત્રા અને બોરસદ પાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઓબીસીની ૪૪ બેઠકો ફાળવાઇ : ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારો સક્રિય
આણંદ : આણંદ જિલ્લાની પાંચ પાલિકાની બેઠકો માટે રાજય ચૂંટણી આયોગે પાંચ પાલિકાની વોર્ડ કેટેગરી ફાળવણીની જાહેરાત કરી છે. જેમાં ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજિત્રા અને બોરસદ પાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઓબીસીની ૪૪ બેઠકો ફાળવાઇ છે. જયારે પાંચ પાલિકામાં ૮૦ બેઠકો મહિલા માટે અનામત જાહેર કરાઇ છે. આગામી જાન્યુઆરી મહિનામાં પાલિકાની સામાન્ય ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. જેને લઇ ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારો સક્રિય થયા છે અને ગોડફાધરોને શરણે જઇ રહ્યાં છે.
બોરસદ પાલિકાની ૯ વોર્ડની ૩૬ બેઠકોમાં ૧૮ મહિલા માટે અનામત જાહેર કરાઇ છે. જયારે ૧૦ સામાન્ય બેઠકોનો સમાવેશ થયો છે. સોજિત્રા પાલિકામાં છ વોર્ડમાં ૨૪ બેઠકોની ફાળવણી કરાઇ છે.જેમાં ૧૨ બેઠકો મહિલા માટે છ બેઠકો ઓબીસી માટે ફાળવાઇ છે. કુલ ૧૬ બેઠકો અનામત જાહેર કરાઇ છે.
ઉમરેઠ પાલિકામાં સાત વોર્ડમાં ૨૮ બેઠકો નિર્ધારીત કરાઇ છે. જેમાં ૧૪ મહિલા માટે અનામત રખાઇ છે અને ૮ બેઠકો ઓબીસીને ફાળવવવામાં આવી છે. સામાન્ય માટે ૮ બેઠકોનો સમાવેશ થયો છે.
ખંભાત પાલિકાના નવ વોર્ડમાં ૩૬ બેઠકોની ફાળવણી કરાઇ છે. જેમાં મહિલા માટે ૨૮ બેઠકો અનામત જાહેર કરાઇ છે. તેમજ ૧૦ ઓબીસીને ફાળવવામાં આવી છે. પેટલાદ પાલિકાના ૯ વોર્ડમા ૩૬ બેઠકો નિર્ધારિત કરાઇ છે. જેમાં સ્ત્રી માટે ૧૮ અને ઓબીસી માટે ૧૦ બેઠક જાહેર કરાઇ છે.
ખંભાત પાલિકાની વોર્ડ કેટેગરી
|
ખંભાત
નગરપાલિકાની વસતી |
૮૩,૭૧૫ |
|
કુલ
વોર્ડની સંખ્યા |
૯ |
|
વોર્ડ
દીઠ સરેરાશ વસતી |
૯,૩૦૨ |
|
બેઠકોની
સંખ્યા |
૩૬ |
|
કુલ
સ્ત્રી બેઠકો |
૧૮ |
|
અનુસૂચિત
જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા ૩ |
|
(તે પૈકી
૧ બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રીઓ |
|
માટે
અનામત) |
|
અનુસૂચિત
આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા ૧ |
|
(તે પૈકી
૦ બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રીઓ માટે અનામત) |
|
પછાત
વર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા ૧૦ |
|
(તે પૈકી
૫ બેઠકો પછાતવર્ગ સ્ત્રીઓ માટે અનામત) |
|
કુલ
અનામત બેઠકો ૨૬ |
|
સામાન્ય
બેઠકો ૧૦ |
પેટલાદ પાલિકાની વોર્ડ કેટેગરી
અનુસૂચિ-૨
|
પેટલાદ
નગરપાલિકાની વસતિ ૫૫૩૩૦ |
|
કુલ
વોર્ડની સંખ્યા ૯ |
|
વોર્ડ
દીઠ સરેરાશ વસતિ ૬૧૪૮ |
|
બેઠકોની
સંખ્યા ૩૬ |
|
કુલ
સ્ત્રી બેઠકો ૧૮ |
|
અનુસૂચિત
જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા ૩ |
|
(તે પૈકી
૧ બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રીઓ માટે અનામત) |
|
અનુસૂચિત
આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા ૩ |
|
(તે પૈકી
૦ બેઠક અનુસૂચિત આદિજાતિ સ્ત્રીઓ માટે અનામત) |
|
પછાતવર્ગ
માટે અનામત બેઠકોની સંખ્યા ૧૦ (તે પેકી ૫ બેઠકો પછાતવર્ગ
સ્ત્રીઓ માટે અનામત) |
|
કુલ
અનામત બેઠકો ૨૫ |
|
સામાન્ય
બેઠકો ૧૧ |
બોરસદ પાલિકા વોર્ડ, કેટેગરી
અનુસૂચિ-૨
|
બોરસદ
નગરપાલિકાની વસતિ ૬૩૩૭૭ |
|
કુલ
વોર્ડની સંખ્યા ૯ |
|
વોર્ડ
દીઠ સરેરાશ વસતિ ૭૦૪૨ |
|
બેઠકોની
સંખ્યા ૩૬ |
|
કુલ
સ્ત્રી બેઠકો ૧૮ |
|
અનુસૂચિત
જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા ૧ |
|
(તે પૈકી
૦ બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રીઓ માટે અનામત) |
|
પછાત
વર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા ૧૦ |
|
(તે પૈકી
૫ બેઠકો પછાતવર્ગ સ્ત્રીઓ માટે અનામત) |
|
કુલ
અનામત બેઠકો ૨૪ |
|
સામાન્ય
બેઠકો ૧૨ |
ઉમરેઠ પાલિકાની વોર્ડ કેટેગરી
અનુસૂચિ-૨
|
ઉમરેઠ
નગરપાલિકાની કુલ વસ્તી ૩૩૭૬૨ |
|
કુલ
વોર્ડની સંખ્યા ૭ |
|
વોર્ડ
દીઠ સરેરાશ વસતિ ૪૮૨૩ |
|
બેઠકોની
સંખ્યા ૨૮ |
|
કુલ
સ્ત્રી બેઠકો ૧૪ |
|
અનુસૂચિત
જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા ૧ |
|
(તે પૈકી ૦ બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રીઓ
માટે અનામત) |
|
અનુસૂચિત
આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા ૧ (તે પૈકી ૦ બેઠક
અનુસૂચિત આદિજાતિ સ્ત્રીઓ માટે અનામત) |
|
પછાતવર્ગ
માટે અનામત બેઠકોની સંખ્યા ૮ |
|
(તે પૈકી ૪ બેઠકો પછાતવર્ગ સ્ત્રીઓ
માટે અનામત) |
|
કુલ
અનામત બેઠકો ૨૦ |
|
સામાન્ય
બેઠકો ૮ |








