Gujarat

મહુવાના લાતીબજાર જુગારની બાજી માંડી બેઠેલી 3 મહિલા સહિત 8 લોકો ઝબ્બે

By GS TEAM
6 Jun 20261 min read
મહુવાના લાતીબજાર જુગારની બાજી માંડી બેઠેલી 3 મહિલા સહિત 8 લોકો ઝબ્બે

જાહેર રોડ પર, સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા હતા

લોકલ ક્રાઈમ બ્રાન્ચે રોકડ અને મોબાઈલ મળી રૃા.૧.૧૪ લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગરમહુવાના લાતીબજાર, વાધરકુવા પાસે,જાહેર રોડ પર, સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતી ત્રણ મહિલા સહિત આઠ લોકોને રૃ.૧.૧૪ લાખના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઇ તેના વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર, એલસીબીનો સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, મહુવાના લાતીબજાર, વાધરકુવા પાસે, જાહેર રોડ પર, સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગોળકુંડાળુ વળી અમુક ઈસમો ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો જુગાર રમાડે છે અને હાલમાં આ પ્રવૃતિ ચાલુ છે. જે બાતમી આધારે દરોડો પાડી જુગારની બાજી માંડી બેઠેલા સંજય નરશીભાઇ સાંખટ, રાહુલ દિલીપભાઇ વાઘેલા, ચંદુ નાથાભાઇ બાંભણીયા, ભાવેશ ભરતભાઇ મકવાણા, લલીત માવજીભાઇ, મનીષબેન રમેશભાઇ બારૈયા, જયાબેન ભરતભાઇ મકવાણા, મંગુબેન દેવજીભાઇ બારૈયાને પટમાં પડેલા રોકડા રૃપિયા અને મોબાઈલ મળી રૃ.૧.૧૪,૧૦૦ સાથે ઝડપી લઇ તેના વિરૃધ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.