Gujarat
જવાહર મેદાનમાં જુગારની બાજી માંડી બેઠેલા 8 શખ્સ ઝડપાયા
By GS TEAM
5 May 20261 min read

ભાવનગર - નિલમબાગ પોલીસે નવા ગુરુદ્વારા સામે જવાહર મેદાનમાં દરોડો પાડી જુગાર રમતા રાહુલ ભરતભાઈ ચુડાસમા ભગવાન રાજુભાઈ કસોટીયા ,અજય સવજીભાઈ મકવાણા ,રફીક મહેભુબભાઇ તૂર, મહેશ શામજીભાઈ સોલંકી ,રાજુ અશોકભાઈ પરમાર ,જયાબેન વિજયભાઈ સોલંકી રાજુ ખોડીદાસ ડાભીને પટમાં પડેલા રોકડા રૃ.૨૦,૪૯૦ સાથે ઝડપી લઇ તેના વિરૃધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









