Get The App

સુરત પાલિકાની બે ચૂંટણી વચ્ચે 8.22 લાખ મતદારો ઘટયા : SIR ની કામગીરી બાદ પહેલી ચુંટણી ભાજપ માટે ફાયદાકારક કે નુકસાનકારક ?

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાની બે ચૂંટણી વચ્ચે 8.22 લાખ મતદારો ઘટયા :   SIR ની કામગીરી બાદ પહેલી ચુંટણી ભાજપ માટે ફાયદાકારક કે નુકસાનકારક ? 1 - image

Surat Corporation Elections : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે સૌથી મોટો મુદ્દો રસ્તા-પાણી, ભ્રષ્ટાચાર અને વિકાસ સાથે સાથે હવે મતદાર યાદીમાં કપાયેલા મતદારો અને આ ચૂંટણીમાં મતદાનની પેર્ટન પણ પણ મહત્વનો ભાગ ભજવશે. સુરત પાલિકાની બે ચૂંટણી વચ્ચે 8.22 લાખ મતદારો ઘટયા છે હવે SIR ની કામગીરી બાદ પહેલી ચુંટણી ભાજપ માટે ફાયદાકારક કે નુકસાનકારક? તે અંગે અનેક અટકળો થઈ રહી છે.  મતદાન પહેલા કેટલાક સુત્રો વાયરલ થયા હતા. જેમાં પહેલા કમળ પછી ખમણ કે પહેલા ઝાડું પછી લાડુ બેમાંથી કર્યું સાચું પડશે તે આવતીકાલે મતગણતરી બાદ જ ખબર પડશે.

વર્ષ 2021 ની ચૂંટણીમાં 32.88 લાખ મતદારોની યાદી હતી, જે 2026 માં સીધી 24.76 લાખ પર આવી અટકી છે. એટલે કે 8.22 લાખ મતદારો  ઓછા થઈ ગયા છે. SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન)ની કામગીરી બાદ થયેલો આ મોટો કાપ હવે સીધો રાજકીય સમીકરણો અનિશ્ચિત બનાવી રહ્યા છે. આ વખતના 24.76 લાખ મતદારોમાંથી માત્ર 14.68 લાખ મતદારો મતદાન માટે ઘરથી બહાર નીકળી મતદાન મથક સુધી પહોંચ્યા છે. તેની સાથે સાથે આ વખતની મતદાન પેર્ટન અને મતદાનોના મુડ પણ સ્વીંગ જોવા મળી રહ્યો છે તેના કારણે રાજકીય પક્ષો જીત માટે દાવો કરે છે પરંતુ કેટલી બેઠક મળશે તે માટે નક્કર કહી શકતા નથી. 

સુરત પાલિકાની ચુંટણી માટે આવતીકાલે મતગણતરી થશે પાલિકાના રાંદેર-અઠવા ઝોનમાં આપ કે કોંગ્રેસ કોઈ દાવો કરતું નથી. તેથી આ વિસ્તારમાં ભાજપને ક્લીન સ્વીપ મળશે જ્યારે પાટીદાર-પ્રજાપતિ વિસ્તાર એવા કતારગામ વિસ્તાર અને પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં આપ દ્વારા પોતાનો ગઢ હોવાનો દાવો કરી રહ્યો છે તો બીજી તરફ ભાજપ આ વખતે આ ગઢ પાછો મેળવશે તેવો દાવો કરી રહ્યું છે. 

આ ઉપરાંત બીજી તરફ સેન્ટ્રલ ઝોન-કતારગામ અને લિંબાયતના કેટલાક વોર્ડમાં ભાજપ-આપના નારાજ નેતા-કાર્યકરોના કારણે ક્રોસ વોટીંગ થતો હોવાનો દાવો કરવામા આવી રહ્યો છે. આ નુકસાન ભાજપને વધુ થશે કે આપ ને તે મતગણતરી બાદ જ ખબર પડશે. આ ઉપરાંત ગત ચુંટણીમાં ઝીરો થઈ ગયેલી કોંગ્રેસ આ વખતે પાલિકામાં ખાતું ખોલે છે કે નહીં તે અંગે પણ અનેક અટકળો થઈ રહી છે. મતગણતરી પહેલા જે અટકળો થઈ રહી છે તે કેટલી સાચી અને કેટલી ખોટી તે મંગળવારે બપોર સુધીમાં ખબર પડી જશે.