Get The App

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પેટ્રોલ પંપ પાસેથી રેઢી પડેલી કારમાંથી 744 નંગ બિયરના ટીન મળી આવ્યા

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પેટ્રોલ પંપ પાસેથી રેઢી પડેલી કારમાંથી 744 નંગ બિયરના ટીન મળી આવ્યા 1 - image

Jamnagar Police : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર એક પેટ્રોલ પંપના પાર્કિંગમાં વર્ના કાર રાખવામાં આવેલી છે, જેની અંદર બિયરના ટીનનો મોટો જથ્થો સંતાડેલો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ મોડી રાત્રે દરોડો પાડયો હતો. 

જે દરોડા દરમિયાન જી.જે. 7 કે.આર. 5988 નંબરની કાર બિનવરસુ હાલતમાં મળી આવી હતી. જે કારને ખોલીને અંદર તલાસી લેતા તેમાંથી કુલ 744 નંગ બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કાર અને બિયર સહિત રૂપિયા 3,40,000 નો મુદ્દામાલ કબજે કરી લીધો છે, જ્યારે વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે બિયરનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિતના શખ્સોની શોધ ખોળ હાથ ધરી છે.