Gujarat
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પેટ્રોલ પંપ પાસેથી રેઢી પડેલી કારમાંથી 744 નંગ બિયરના ટીન મળી આવ્યા
By GS TEAM
17 Mar 20261 min read
કાર અને બિયરના ટીન સહિત 3,40,000 ની માલમત્તા કબજે : કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે બુટલેગરની શોધ ખોળ
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર એક પેટ્રોલ પંપના પાર્કિંગમાં વર્ના કાર રાખવામાં આવેલી છે, જેની અંદર બિયરના ટીનનો મોટો જથ્થો સંતાડેલો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ મોડી રાત્રે દરોડો પાડયો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર એક પેટ્રોલ પંપના પાર્કિંગમાં વર્ના કાર રાખવામાં આવેલી છે, જેની અંદર બિયરના ટીનનો મોટો જથ્થો સંતાડેલો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ મોડી રાત્રે દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન જી.જે. 7 કે.આર. 5988 નંબરની કાર બિનવરસુ હાલતમાં મળી આવી હતી. જે કારને ખોલીને અંદર તલાસી લેતા તેમાંથી કુલ 744 નંગ બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કાર અને બિયર સહિત રૂપિયા 3,40,000 નો મુદ્દામાલ કબજે કરી લીધો છે, જ્યારે વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે બિયરનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિતના શખ્સોની શોધ ખોળ હાથ ધરી છે.