Gujarat

કાલાવડના નપાણીયા ખીજડીયા ગામમાં 70 વર્ષીય બુજુર્ગ મહિલાનો એકલવાયા જીવનથી કંટાળીને ઝેરી દવા પી લઈ આપઘાત

By GS TEAM
13 Mar 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાપાણિયા ખીજડીયા ગામમાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ મહિલાએ પોતાની વાડીમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓનું કરુણ મૃત્યુ નીપજયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડના નપાણીયા ખીજડીયા ગામમાં 70 વર્ષીય બુજુર્ગ મહિલાનો એકલવાયા જીવનથી કંટાળીને ઝેરી દવા પી લઈ આપઘાત

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાપાણિયા ખીજડીયા ગામમાં રહેતા પુરીબેન બચુભાઈ સાવલિયા નામના 70 વર્ષના બુઝુર્ગ મહિલાએ પોતાની વાડીમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓનું કરુણ મૃત્યુ નીપજયું છે.

 આ બનાવ અંગે મૃતકના પુત્રવધુ સુમિતાબેન દિલીપભાઈ સાવલિયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર પુરીબેન, કે જે પોતાની વાડીમાં એકલા રહેતા હતા, અને આ એકલપણાંથી કંટાળી ગયા હતા, અને ઝેરી દવા પી લઇ મોતની સોડ તાણી લીધી હોવાનું જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.