Gujarat
મકાનની ગેલેરીમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા
By GS Team
14 Aug 20251 min read
This article was originally published on 14 Aug 2025

કપૂરાઈ પોલીસની ટીમે બાતમીના આધારે સોમા તળાવ પાસેની યોગી રેસીડેન્સીના મકાન નં. 101માં દરોડો પાડી મકાનની ગેલેરીમાં જુગાર રમી રહેલ 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં તુલસીદાસ ભોજવાણી , પ્રિતેશ શાહ ,સંજય કુમાર શાહ ( ત્રણેવ રહે - ડભોઇ) , રાજેશ કુમાર શાહ ( રહે ગજાનંદ ડુપ્લેક્સ ,પરિવાર ચાર રસ્તા પાસે), પિનલ શાહ (રહે - શ્રીવાસ્તવ કોમ્પ્લેક્સ વાઘોડિયા રોડ), દીપેશ શાહ (રહે -રાજ ભવન રેસીડેન્સી, બાપોદ પોલીસ સ્ટેશન પાછળ) અને અશોક ગાંધી (રહે - યોગી રેસીડેન્સી, વાઘોડિયા રીંગરોડ) નો સમાવેશ થાય છે. પોલીસે રોકડા રૂ. 36,650 , રૂ.40,500ની કિંમતના છ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 77150નો મુદામાલ કબ્જે કરી આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.




