Gujarat

ચકલાસીમાં બંધ મકાનમાંથી જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

By GS TEAM
9 Dec 20251 min read
ચકલાસીમાં બંધ મકાનમાંથી જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

- પૈસાની હારજીતનો જુગાર રમતા હતા

- પોલીસે રોકડ રકમ રૂ. 5 હજાર સહિતની મત્તા જપ્ત કરીને શખ્સો સામે ગુનો નોંધ્યો 

નડિયાદ : ચકલાસી પઠાણ વાડામાં બંધ મકાનમાં પત્તાપાનાનો જુગાર રમતા છ શખ્સો રોકડ રકમ રૂ.૫,૨૬૦ સાથે ઝડપાયા હતા. જે મામલે ચકલાસી પોલીસે ઝડપાયેલા શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ચકલાસી પોલીસ રવિવારની સાંજે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચકલાસી પઠાણવાડામાં એક બંધ મકાનમાં કેટલાક લોકો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે રેડ પાડતા બંધ મકાનમાં પત્તાપાનાનો જુગાર રમતા શખ્સો રવિભાઈ રાહુલભાઈ રાવળ, મનુભાઈ ગીરધરભાઈ વાઘેલા, મહમદભાઈ ઇસુબભાઈ વહોરા, આરીફમીયા સાબીરમીયા મલેક, સારૂખશા પુજાશા દિવાન અને અરબાઝખાન વારીસખાન પઠાણને જુગાર રમવાના સાધનો, રોકડ રૂપિયા ૫,૨૬૦ સાથે ઝડપી પાડયા હતા. તેમજ ચકલાસી પોલીસે ઝડપાયેલા શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.