Get The App

જામનગરથી દ્વારકા યાત્રાળુઓને લઈને જઈ રહેલી મીની બસ બેડ ટોલનાકા પાસે પલટી મારી જતાં 2 મહિલા સહિત 6 મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરથી દ્વારકા યાત્રાળુઓને લઈને જઈ રહેલી મીની બસ બેડ ટોલનાકા પાસે પલટી મારી જતાં 2 મહિલા સહિત 6 મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા 1 - image

Jamnagar Accident : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ ટોલનાકા પાસે ગઈકાલે રાત્રે જી.જે. 01 ઇ.ટી. 7800 નંબરની ખાનગી લક્ઝરી બસ એકાએક પલટી મારી ગઈ હતી, અને માર્ગ ઉપર આડે પડખે થઈ હતી.

 જામનગરથી દ્વારકા તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા કેટલાક યાત્રાળુઓઓ પૈકી બે મહિલા સહિત છ યાત્રાળુઓને નાની મોટી ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતાં 108 ની ટુકડી અને સિક્કાની પોલિસ ટીમ ઘટના સ્થળે દોડતી થઈ હતી, અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તમામને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઇ છે. જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી. અન્ય જિલ્લાના યાત્રાળુઓ દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો છે.