Gujarat

જામનગર નજીક લાખાબાવળ ગામમાં વાડી વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા 6 સ્ત્રી પુરુષો પકડાયા

By GS TEAM
27 Nov 20251 min read
TukuTouch Logo
જામનગર નજીક લાખા બાવળ ગામની સીમમાં વાડી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે પોલીસે જુગાર અગે દરોડો પાડયો હતો અને ત્રણ મહિલા સહિત 6 જુગારીઓની અટકાયત કરી લઈ તેઓ સામે જુગારધારા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક લાખાબાવળ ગામમાં વાડી વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા 6 સ્ત્રી પુરુષો પકડાયા

Jamnagar Gambling Crime : જામનગર નજીક લાખા બાવળ ગામની સીમમાં વાડી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે પોલીસે જુગાર અગે દરોડો પાડયો હતો અને ત્રણ મહિલા સહિત 6 જુગારીઓની અટકાયત કરી લઈ તેઓ સામે જુગારધારા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

 જામનગરના પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે લાખાબાવળ ગામની સીમ વિસ્તારમાં કેટલાક સ્ત્રી પુરુષો એકત્ર થઈને જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે ગઈકાલે ડરોડો પાડયો હતો જે દરોડા દરમિયાન ગંજીપાના વડે જુગાર રમી રહેલા ક્રિપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા, ઉકાભાઇ ભીખાભાઈ બડીયાવદરા, અને રામભાઈ પોલાભાઈ વસરા, ઉપરાંત ત્રણ મહિલાઓ આશાબેન કેશવભાઈ મોઢવાડિયા, મીનાબા ધીરુભા ચુડાસમા અને નલીનીબેન બાબુભાઈ કોટડીયા વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 31,700 ની રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.