Gujarat

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવાના 6 કેસ નોંધાયા

By GS Team
15 Jul 20202 mins read
This article was originally published on 15 Jul 2020
નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવાના 6 કેસ  નોંધાયા

 રાજપીપળા તા.15 જુલાઇ 2020 બુધવાર

 નર્મદા જિલ્લામાં  આજે કોરોના વાયરસના વધુ 6  પોઝિટિવ કેસો નોંધાયા છે. આમ જિલ્લામાં આજદિન સુધી કોરોના વાયરસના કુલ-96 દરદીઓને રજા અપાતા તેમજ આજદિન સુધી  સુરતમાં 2 અને વડોદરામાં રિફર કરાયેલ ૩ દરદીને બાદ કરાતાં રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ-20  દરદીઓ સારવાર હેઠળ છે.

ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ સેમ્પલ પૈકી 69  સેમ્પલના રિપોર્ટ આજે નેગેટીવ આવ્યા છે.આજે કુલ 62 સેમ્પલ ચકાસણી માટે  મોકલ્યા છે. તેમજ કોરોના વાયરસ કોવીડ-19  થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.

 ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલ 75 સેમ્પલ પૈકી 6 સેમ્પલના રિપોર્ટ આજે  પોઝિટિવ આવ્યા છે. જેમાં રાજપીપલા શહેરના ભાટવાડા ફળીયા વિસ્તારના રહીશ 31  વર્ષ એક  પુરૂષ, મોટા માલીવાડ વિસ્તારના રહીશ 36 વર્ષ એક પુરૂષ, ખાટકીવાડ નવાં ફળીયા વિસ્તારના ૩૦ વર્ષ એક પુરૂષ, સિંધીવાડ લાલ ટાવર વિસ્તારના  બાવન વર્ષ  એક મહિલા અને આરબ ટેકરા વિસ્તારના 48 વર્ષ એક મહિલા તેમજ નાંદોદ તાલુકાના સીસોદરા ગામના મંદિર ફળીયા વિસ્તારના 60વર્ષ એક પુરૂષનો સમાવેશ થાય છે. 

આ દરદીઓને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના  પોઝિટિવ  કેસના કુલ-20દરદીઓ સારવાર હેઠળ છે.  તા.15 મી જુલાઇના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-49,3334 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે  કર્યું  છે,

જેમાં શરદી-ખાંસીના 72 દરદીઓ, તાવના ૩૯ દરદીઓ, ડાયેરીયાના ૩૦ દરદીઓ સહિત કુલ-141   દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવ્યા છે.આ દરદીઓને જરૃરી સારવાર પુરી પાડી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી8,46,149 લોકોએ લાભ લીધો હતા.હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 3,89,545 લોકોને વિતરણ કરાઇ છે.