હાલારમાં વિજ તંત્ર દ્વારા આજે મેગા ડીશ કનેક્શન ડ્રાઈવ હેઠળ 5598 વીજ જોડાણો કાપી નખાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar PGVCL : જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જામનગર અને દ્વારકા જિલ્લામાં આજે બાકી રોકાતા વીજ બિલના નાણાની વસૂલાત અન્વયે મેગા ડીશ કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ આજે 5598 વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા.
જેમના નાણા બાકી હોય તેવા ગ્રાહકો સામે આજે ખાસ મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી, અને તેના માટે બંને જિલ્લામાં કુલ 378 ટુકડીને ઉતારવામાં આવી હતી, અને આઠ કરોડ આઠ લાખથી વધુની રિકવરી કરવાની બાકી રહે છે.
મળતી માહિતી અનુસાર જામનગર જિલ્લામાં કુલ 7,419 વીજ જોડાણોમાં રૂ.596.72 લાખની બાકી લેણી છે, જ્યારે દ્વારકા જિલ્લામાં 3,213 વીજ જોડાણોમાં રૂ.211.97 લાખની બાકી લેણી નોંધાઈ છે. આ રીતે બંને જિલ્લામાં મળી કુલ 10,632 વીજ જોડાણોમાં રૂ.808.29 લાખની રકમ બાકી છે.
આ મેગા ડ્રાઈવ અંતર્ગત બંને જિલ્લાના તમામ વિભાગીય અને પેટા વિભાગીય કચેરીઓના સ્ટાફ દ્વારા મહત્તમ સંખ્યામાં ટીમો ઉતારીને વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે આ ડીશ કનેક્શન ડ્રાઈવમાં ફક્ત વીજ જોડાણ કાપવાની જ કાર્યવાહી કરવામાં આવી હતી, રિકવરી કરવાની ન હતી.
જામનગર જિલ્લા માટે 267 ટિમો જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે 111 ટીમો ફાળવવામાં આવી હતી. જેમાં આજે 5598 વીજ જોડાણો કાપવામાં આવ્યા હતા. અને રૂ.384.61 લાખની પીજીવીસીએલ દ્વારા વસૂલાત કરવામાં આવી હતી.
જ્યારે કપાયેલા જોડાણોમાંથી 3200 વિજ જોડાણો પુનઃ આપવામાં આવ્યા હતા. જે માટે રૂ.185.39 લાખની વસૂલાત થવા પામી હતી. આમ આજે એક જ દિવસમાં કુલ રૂ.570 લાખની વીજ કંપનીને આવક થવા પામી છે.









