Get The App

બરોડા ડેરીની ચૂંટણીમાં 13 બેઠકો માટે 55 ફોર્મ ભરાયાઃનસવાડીના ડિરેક્ટર બિનહરીફ

ઉપપ્રમુખ જીબી સોલંકી સાતમી વખત ડિરેક્ટર તરીકે ચૂંટાયા

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
બરોડા ડેરીની ચૂંટણીમાં 13 બેઠકો માટે 55 ફોર્મ ભરાયાઃનસવાડીના ડિરેક્ટર બિનહરીફ 1 - image

 વડોદરાઃ બરોડા ડેરીની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની મુદત પુરી થતાં કુલ ૧૩ બેઠક માટે ૫૫ ફોર્મ ભરાયા છે.જેની સ્ક્રુટિની અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ બાદ ફાઇનલ ચિત્ર સ્પષ્ઠ થશે.

બરોડા ડેરીની તા.૧૮ માર્ચે યોજાનાર ચૂંટણીમાં વર્તમાન બોર્ડની ઉપપ્રમુખ જીબી સોલંકીએ નસવાડી(ઝોન-૧૧)માંથી ફોર્મ ભરતાં તેમની સામે એક પણ ફોર્મ ભરાયું નથી.જેથી ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ સત્તાવાર રીતે  તેમને બિનહરીફ ચૂંટાયાની જાહેરાત કરવામાં આવશે.આ સાથે તેઓ સાતમી વાર વિજેતા બનશે.

બરોડા ડેરીની ચૂંટણીમાં 13 બેઠકો માટે 55 ફોર્મ ભરાયાઃનસવાડીના ડિરેક્ટર બિનહરીફ 2 - imageદરમિયાનમાં આજે છેલ્લે દિવસે ડેસર ઝોનના ક્ષત્રિય ડિરેક્ટર સામે ભાજપના આગેવાન સહિત છ જણાએ ફોર્મ ભર્યા હતા અને તેમણે પક્ષ છ માંથી જેની પસંદગી કરે તેને વિજેતા બનાવવાની જાહેરાત કરી હતી. આ ઉમેદવારી પાછળ સાવલીના ધારાસભ્યની ભૂમિકા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે,આજે ફોર્મ ભરવાની મુદત પુરી થતાં કુલ ૧૩ બેઠક માટે અમારી પાસે ૫૫ ફોર્મ આવ્યા છે.જેની હવે તા.૨૮મીએ સ્ક્રુટિની કરવામાં આવશે અને ત્યારબાદ તા.૩ થી ૭ માર્ચ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.આ પ્રક્રિયા પૂર્ણ થતાં તા.૯મીએ માન્ય ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.