ભાવનગર-બોટાદ જિલ્લામાંથી દારૂની 54 બોટલ ઝડપાઈ

- અલગ-અલગ 4 ગુના નોંધાયા
- 4 બનાવમાં પોલીસે કુલ રૂ. 19,967 નો મુદ્દામાલ કબ્જે કર્યો
પાલિતાણા તાલુકાના કુંભણ ગામે ઘોડીઢાળ ચોકડી પાસે શંકાના આધારે વરૂણ હર્ષદભાઈ બારૈયા (રહે.સિહોર)ને દારૂની બે બોટલ કિંમત રૂ.૧૩૭૨ના મુદ્દામાલ સાથે પાલિતાણા ગ્રામ્ય પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે. તેમજ મહુવાના જનતાપ્લોટ વિસ્તારમાં રહેતા ભાવેશ મગનભાઈ જેઠવાના રહેણાંકી મકાનમાં બાતમીના આધારે તપાસ કરી રૂ.૯૫૭૦ની કિંમતની ૨૯ બોટલો સાથે ભાવેશ મગનભાઈ જેઠવાને મહુવા પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે. મહુવાના કરમદિયા ગામે રહેતા નીતાબેન નરવણભાઈ વાળા પોતાના રહેણાંકી મકાનની આગળ દારૂ રાખ્યો હોવાની બાતમીના આધારે બગદાણા પોલીસે તપાસ કરતા તેના રહેણાંકી મકાનમાંથી દારૂના ૧૩ ચપટાં કિંમત રૂ.૩૦૨૫ સાથે નીતાબેનને ઝડપી લઈ ગુનો નોંધ્યો છે. જ્યારે બોટાદ જિલ્લાની ગઢડા પોલીસે નાના ઝીંઝર ગામની વાડી પાસે દરોડો પાડી પસાર થઈ રહેલ નજરૂભાઈ ખુમસિંહ મેહડાને અટકાવી તલાશી લેતા વિદેશી દારૂની ૧૨ બોટલ રૂ.૬૦૦૦ ની મળી આવતા પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









