Get The App

ધ્રોલ તાલુકાના હજામચોરા ગામ પાસેથી 519 નંગ ઇંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો ઝડપાયો: 2 આરોપીઓની અટકાયત

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
ધ્રોલ તાલુકાના હજામચોરા ગામ પાસેથી 519 નંગ ઇંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો ઝડપાયો: 2 આરોપીઓની અટકાયત 1 - image

જામનગર જિલ્લાના ધ્રોલ પાસેથી એક કારમાં દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો ને પોલીસે ઝડપી પાડ્યા છે અને 519 નંગ દારૂની બોટલનો જથ્થો કબજે કર્યો છે.

ધ્રોલ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એચ.વી.રાઠોડ એ  સ્ટાફને  પ્રોહી/જુગારના વધુમાં વધુ કેસો શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય. જે અન્વયે પો.સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન  ખાનગી રાહે હકીકત મળેલ કે, આમરણ નેશનલ હાઈવે તરફ થી એક કારમાં અમુક શખ્સો ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇ હજામચોરા તરફ આવી રહેલ છે.

જેથી પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક ફોરવ્હીલ કાર નેશનલ હાઈવે તરફ થી હજામચોરા ગામ તરફ આવતા આડશ ઉભી કરી તેને રોકવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.પરંતુ  કારનો ચાલક પોતાની કાર રીવર્સ લઇ યુ ટર્ન લઈ ને પાછો હાઈ વે તરફ નાશી જતાં તેનો પીછો કરી  કાર તથા તેમાં બેસેલ બે શખ્સો ને પકડી પાડી વર્ના કાર નં-જીજે-03-એલબી -1319 માથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નાની મોટી 519 નંગ ઈંગ્લીશ દારૂ ની બાટલી જેની કિ.રૂ.3,07,725  તથા કાર કિ.રૂ.3,00,000 તથા મોબાઈલ ફોન 2  મળી કુલ રૂપિયા 6,37,725નો મુદ્દામાલ પકડી પાડી આરોપીઓ અબ્દુલ ઉર્ફે સોપારી અનવરભાઈ ભટ્ટી ( રહે હાલ-સામખિયાળી તા. ભચાઉ ) અને અરમાન ઈકબાલભાઈ જૂણેજા (મોરબી) ની અટકાયત કરી હતી.

આ કાર્યવાહી ધોલ પો.સ્ટે.ના પો. ઇન્સ.  એચ.વી.રાઠોડ તથા પો.સબ ઇન્સ. એમ.એમ. કુંભારવાડીયા તથા સ્ટાફે કરી હતી.