Gujarat

રતનપરમાં મહિલા બુટલેગરના ઘર પાછળ વાડામાંથી 515 લીટર દેશી દારૂ ઝડપાયો

By GS TEAM
14 Mar 20261 min read
રતનપરમાં મહિલા બુટલેગરના ઘર પાછળ વાડામાંથી 515 લીટર દેશી દારૂ ઝડપાયો

- દારૂ સહિત રૂ. 1.03 લાખનો મુદ્દામાલ જપ્ત

- પોલીસે ચોક્કસ બાતમીના આધારે પાડેલા દરોડામાં આરોપી રાબેતા મૂજબ સ્થળ પર હાજર ન મળી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂ જેવી અસામાજીક પ્રવૃતિઓ નાબુદ કરવા જીલ્લા પોલીસ વડાની સુચના થી જોરાવરનગર પોલીસે નાઈટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન બાતમીના આધારે 

રતનપર સુધારા પ્લોટમાં રહેતા અમીનાબેન સુલેમાનભાઈ માણેક પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ ખુલ્લા વાડામાં દેશી દારૂનું વેચાણ કરતા હોવાની હકીકતના આધારે જોરાવરનગર પોલીસે રેઇડ કરી હતી.  રેઇડ દરમિયાન વાડામાં અલગ અલગ બે જગ્યાએ જમીનમાં ચોરખાનું બનાવી છુપાવેલ ૫૧૫ લીટર દેશી દારૂ (કિં.રૂ.૧.૦૩ લાખ) ઝડપી પાડયો હતો. રાબેતા મુજબ દરોડા દરમિયાન દેશી દારૂનું વેચાણ કરનાર મહિલા અમીનાબેન હાજર મળી નહિ આવતા જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.