Gujarat
વડોદરા: દુમાડ પાસે કારમાંથી 5 શકમંદ યુવકો પકડાયા, 3 પીધેલા હતા 2 લાકડી લઈને બેઠા હતા
By GS Team
3 Dec 20211 min read
This article was originally published on 3 Dec 2021

વડોદરા, તા. 03 ડિસેમ્બર 2021 શુક્રવાર
વડોદરા પાસે હાઈવે પર ગઈ મોડી સાંજે પોલીસે એક કારમાંથી પાંચ શંકાસ્પદ યુવકોને ઝડપી પાડયા હતા. જે પૈકી ત્રણ જણા નશામાં ધૂત હતા.
દુમાડ હાઈવે પર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રસ્તાની એકબાજુ પાર્ક થયેલી કાર પ્રત્યે શંકા જતા પોલીસે ચેકિંગ કર્યું હતું.જે દરમિયાન વચ્ચે બેઠેલા ત્રણ જણા દારૂ પીધેલા જણાઈ આવ્યા હતા.
પીધેલાઓમા રવિ પ્રકાશ ભાઈ વસાવા (નવી વસાહત, આજવા રોડ), કમલેશ અરવિંદભાઈ વસાવા (વ્રજભૂમિ સોસાયટી આજવા રોડ બાપોદ) અને દીપક જયંતીભાઈ વસાવા (નવી વસાહત,આજવા રોડ) નો સમાવેશ થાય છે. જ્યારે, આગળ બેઠેલા અવિનાશ પ્રતાપ સિંહ રાજપૂત અને હિતેશ અરવિંદભાઈ વસાવા (બંને રહે.નવી વસાહત, આજવા રોડ) પાસે લાકડી મળી આવી હતી. જેથી આ યુવકો ક્યાં જવા નીકળ્યા હતા તે બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે.




