Get The App

વિરમગામમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
વિરમગામમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા 1 - image

- 5 શખ્સ સામે ફરિયાદ નોંધાઇ 

- રોકડ,જુગારનું સાહિત્ય સહિત રૂ. 6,050 નો મુદ્દામાલ જપ્ત કરાયો 

વિરમગામ : વિરમગામ ભઠ્ઠીપરા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપાયા હતા. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી રૂપિયા ૬,૦૫૦ ની રોકડ રકમ જપ્ત છે. 

   વિરમગામ ભઠ્ઠીપરા વિસ્તારમાં ગોગા મહારાજના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન દીપકભાઈ જયંતીભાઈ દેવીપુજક  ઇમરાન ભાઈ ઉસ્માનભાઈ સામતાણી  રાહુલભાઈ વેરશીભાઈ ઠાકોર  સન્નીભાઈ રામસિંગભાઈ ઠાકોર વિપુલભાઈ દાનાભાઈ ઠાકોર (તમામ રહે.વિરમગામ)ને અંગજડતી ૪,૫૯૦ દાવ ઉપરથી ૧,૪૬૦ મળી કુલ રૂપિયા ૬,૦૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.