Gujarat

અમદાવાદની 1800 શાળાઓના 5 લાખ વિદ્યાર્થીઓએ લીધા શપથ, 'ચાઈનીઝ દોરીને ના, પક્ષી બચાવવાને હા'

By GS TEAM
7 Jan 20261 min read
TukuTouch Logo
ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ચાઈનીઝ દોરીના જીવલેણ જોખમને ખાળવા માટે અમદાવાદ શહેરની શાળાઓએ એક પ્રશંસનીય પહેલ કરી છે. શહેરની આશરે 1800 જેટલી શાળાઓના 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ પક્ષીઓ અને મનુષ્યોના જીવ બચાવવા માટે સામૂહિક સંકલ્પ લીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદની 1800 શાળાઓના 5 લાખ વિદ્યાર્થીઓએ લીધા શપથ, 'ચાઈનીઝ દોરીને ના, પક્ષી બચાવવાને હા'

‘Say No to Chinese Thread, Yes to Birds’: ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ચાઈનીઝ દોરીના જીવલેણ જોખમને ખાળવા માટે અમદાવાદ શહેરની શાળાઓએ એક પ્રશંસનીય પહેલ કરી છે. શહેરની આશરે 1800 જેટલી શાળાઓના 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ પક્ષીઓ અને મનુષ્યોના જીવ બચાવવા માટે સામૂહિક સંકલ્પ લીધા છે.

વિદ્યાર્થીઓએ, સરકાર દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ માંઝા કે કાચવાળી દોરીનો ઉપયોગ ન કરવો અને અન્યોને પણ રોકવા. જો કોઈ પક્ષી ઇજાગ્રસ્ત જણાય તો તેને તાત્કાલિક સારવાર અપાવવી અને કરુણા અભિયાનમાં સહભાગી થવું. આગની ઘટનાઓ રોકવા માટે આકાશમાં તુક્કલ ન ઉડાડવા સહિતની પ્રતિજ્ઞાઓ લીધી હતી.

અમદાવાદ DEOના જણાવ્યા અનુસાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ શિક્ષણ વિભાગ અને વન વિભાગના સહયોગથી આ જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં સેવન્થ ડે સ્કૂલ ખાતે સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અબોલ પશુ-પક્ષીઓની સુરક્ષા માટે શપથ લીધા હતા.

માત્ર પતંગની મજા જ નહીં, પણ સાથે સામાજિક જવાબદારીનું પણ પાલન થાય તે હેતુથી શાળાઓમાં આ નવતર પ્રયોગ શરૂ કરાયો છે. શિક્ષકો અને વહીવટી સ્ટાફે પણ આ શપથમાં જોડાઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ મુહિમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં નાનપણથી જ જીવદયાના સંસ્કારોનું સિંચન કરવાનો અને ઉત્તરાયણના પર્વને લોહિયાળ બનતો અટકાવવાનો છે.