Gujarat

ભાયલીમાં કોમ્પ્લેક્સના પાર્કિંગમાં કાર નીચેથી 5 ફૂટના મગરનું રેસ્ક્યુ

By GS TEAM
28 Oct 20251 min read
TukuTouch Logo
વડોદરામાં રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર આવી જવાના વારંવાર બનાવો બનતા હોય છે. આજે સવારે આવા જ એક બનાવમાં કોમ્પ્લેક્સના પાર્કિંગમાં કાર નીચે છુપાયેલા મગરનું કરવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાયલીમાં કોમ્પ્લેક્સના પાર્કિંગમાં કાર નીચેથી 5 ફૂટના મગરનું રેસ્ક્યુ

Vadodara Crocodile Rescue : વડોદરામાં રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર આવી જવાના વારંવાર બનાવો બનતા હોય છે. આજે સવારે આવા જ એક બનાવમાં કોમ્પ્લેક્સના પાર્કિંગમાં કાર નીચે છુપાયેલા મગરનું કરવામાં આવ્યું હતું. 

ભાઈલી સેવાસી રોડ ઉપર આવેલા વર્ષોમાં એવન્યુમાં રહેતા એક રહેવાસી વહેલી સવારે વોક માટે નીકળ્યા ત્યારે એક કાર નીચે સળવળાટ જોતા તેમનું ધ્યાન ગયું હતું. કાર નીચે એક મોટો મગર દેખાતા તેમણે અન્ય રહેવાસીઓને ભેગા કર્યા હતા અને ફોરેસ્ટ વિભાગના કંટ્રોલરૂમને જાણ કરી હતી. 

થોડી જ વારમાં ફોરેસ્ટ વિભાગની ટીમ અને જીવદયા કાર્યકરો આવી ગયા હતા અને કાર નીચે છુપાયેલા પાંચ ફૂટના મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. સારા નસીબે આ બનાવમાં કોઈની ઉપર હુમલો નહીં થતાં તેમ જ કારની અડફેટમાં મગર નહીં આવતા જાનહાની થતા રહી ગઈ હતી.