Gujarat

બનાસકાંઠામાં વિદ્યાર્થીઓના રસીકરણના પ્રથમ દિવસે વેક્સીનના 40 હજાર ડોઝ

By GS Team
4 Jan 20221 min read
This article was originally published on 4 Jan 2022
બનાસકાંઠામાં વિદ્યાર્થીઓના રસીકરણના પ્રથમ દિવસે વેક્સીનના 40 હજાર ડોઝ

પાલનપુર,તા.3

બનાસકાંઠા જિલ્લામાં ૨.૨૦ લાખ વિદ્યાર્થીઓને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપવાની કામગીરી ના પ્રથમ દિવસે ૭૦ હજારના લંક્ષાક સામે ૪૦ હજાર વિદ્યાર્થીઓને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લા માં સોમવાર થી ૧૫ થી ૧૮ વર્ષ ની વય ધરાવતા ૨.૨૦ લાખ વિદ્યાર્થીઓ ને કોરોના વેકસીન આપવા આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં દૈનિક ૭૦ હજાર વિદ્યાર્થીઓ ને રસી આપવાના લંક્ષાક સામે રસીકરણના પ્રથમ દિવસે ૪૦ હજાર વિદ્યાર્થીઓ ને રસી આપવામાં આવી હતી જોકે કોરોના ની રસી લઈ કેટલાક બાળકો ગેર હાજર રહેતા આરોગ્ય વિભાગના લંક્ષાક માં ૩૦ હજાર ડોઝ ની ઘટ નોંધાઈ હતો જોકે આ પાંચ દિવસીય રસીકરણ અભિયાનમાં જિલ્લા ના ૨.૨૦ લાખ વિદ્યાર્થીઓ ને કોરોના વેકસીન નો પ્રથમ ડોઝ આપી તેમને સરોગ્યની સુરક્ષા પ્રદાન કરવામાં આવનાર છે.