Get The App

મહીસાગર નદીમાં નહાવા પડેલા 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, 2 નાં મોત

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
મહીસાગર નદીમાં નહાવા પડેલા 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, 2 નાં મોત 1 - image

- આણંદ જિલ્લાના ખરેડા ગામ નજીક

- બે યુવાનોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા : ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા

અમદાવાદ : આણંદ જિલ્લાના ખરેડા ગામ નજીક મહીસાગર નદીમાં નહાવા પડેલા ચાર વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા, જેમાં બે વિદ્યાર્થીઓ પાણીમાં ગરકાવ થતા મોત નીપજ્યાં હતા. શોધખોળ બાદ ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતો. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક યુવાનો આણંદની વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. 

આણંદ જિલ્લાના ખરેડા ગામ નજીક વહેતી મહીસાગર નદીમાં રવિવારે (૫ એપ્રિલ) એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આણંદની કોલેજમાં અભ્યાસ કરતા ચાર મિત્રો રજાના દિવસે મહીસાગર નદીમાં નહાવા માટે ગયા હતા. નહાતી વખતે પાણીના પ્રવાહનો અંદાજ ન આવતા ચારેય યુવાનો નદીમાં ડૂબવા લાગ્યા હતા. આ સમયે આસપાસના સ્થાનિકોની નજર પડતા તેઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ બે યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લીધા હતા, પરંતુ અન્ય બે યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શોધખોળ બાદ ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક યુવાનો આણંદની વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે.